PORBANDARPORBANDAR CITY / TALUKO

રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રતરણ સ્પર્ધામાં 14 રાજ્યોના 1200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

પોરબંદરના ઘૂઘવતા દરિયાના તોફાની મોજા સાથે 14 રાજ્યોના 1200 થી વધુ લોકોએ બાથ ભીડી, સમુદ્રી તરણ સ્પર્ધા માં ભાગ લીધો હતો જેમા દિવ્યાંગ, બાળકો, વૃદ્ધ અને મહિલા સ્પર્ધકો સ્પર્ધામાં જોડાયા હતા.

પોરબંદરની શ્રીરામ સ્વીમીંગ કલબ દ્રારા દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધા યોજાય છે આજે પણ આ સ્પર્ધા યોજાયેલ હતી જેમાં દેશના ખૂણેખૂણેથી તરવૈયાઓ તોફાની મોજા સાથે બાથ ભીડવા કડકડતી ઠંડીમાં સમુદ્રતરણ  સ્પર્ધામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. બે દીવસની આ સ્પર્ધામાં 14 રાજ્યોમાંથી  1200થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

આજની સ્પર્ધામાં 1 કિલોમીટરથી 10 કિલોમીટરની સ્પર્ધામાં 8 વર્ષના બાળકથી 80 વર્ષના વૃદ્ધ, મહિલાઓ, દિવ્યાંગોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

શ્રીરામ સ્વીમીંગ કલબ દ્વારા દર વર્ષે અદભુત આયોજન થાય છે સીસીટીવી કેમેરા, માઇક્રોચીપ, રેસ્ક્યુ ટીમો, વોકિટોકી જેવા સાધનોથી સ્પર્ધકો પર દેખરેખ રાખવામાં આવે છે.

[wptube id="1252022"]
Back to top button