હાલોલ ખાતે આવેલ વાયર બનાવતી પોલીકેબ કંપની દ્વારા કંપની કામદારો સાથે પોલી મિલન કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૩.૨૦૨૪
હાલોલ તેમજ આજુ બાજુના વિસ્તારમાં આવેલી વાયર બનાવતી પોલીકેબ કંપનીએ તેમના અલગ અલગ ૧૧ યુનિટોમાં કામકરતા કામદારો માટે કામદારો અને તેઓના પરિવાર સાથે પોલી મિલન સમારંભ નું આયોજન કંપની સંચાલક દ્વારા કરવામાં આવ્યું હતું. કામદારોની સંખ્યા ને ત્રણ અલગ અલગ દિવસે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.યોજવામાં આવેલ મિલન સમારંભ માં છેલ્લી સંધ્યા એ કામદારોનો ઉત્સાહ વધારવા કંપનીના ચેરમેન ઈન્દર ટી જયસિંઘાણી તેમજ એક્ઝિક્યુટિવ ડાયરેકટર રાકેશ તલાટી તેમજ કંપનીના સી.એચ.આર.ઓ.રાજેશ નાયર, સંતોષ સાવંત તેમજ નીરજભાઈ કુંદનાની જેવા કંપનીના સિનિયર કર્મચારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા કંપની ના કામદારો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં ખાણી પીણી મોજ મસ્તી અને રમત ગમત માટે જુદી જુદી રાઇડસો ઉપરાંત ઓરકેસ્ટ્રા તેમજ લક્કીડ્રો પણ કરવામાં આવ્યો હતો જેમાં કંપની એજ ઉતપાદાન કરેલ ચીજ વસ્તુઓ નું ડ્રો ધ્વારા ગિફટ તરીકે આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના તમામ કામદારાએ ખુબ મજા લુટી આનંદ મેળવ્યો હતો. આ તબક્કે ચેરમેને કામદારોને સંબોધિત કરતા જણાવ્યું હતું. કે તમે મારો એક પરિવાર છો,અને પરિવાર જ રહેશો,અને હું મારા પરિવાર માટે આવા કાર્યક્રમો કરતો રહીશ તેમજ કામદારોએ પણ ચેરમેન સાહેબને કંપનીને વિશ્વસ્તરે લઈ જવાની ખાત્રી આપી હતી.જોકે પોલીકેબ કંપનીના સી.એસ.આર. દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ કરેલ છે. જેમ કે હાલોલ,જાંબુઘોડા,ઘોઘંબા આ ત્રણ તાલુકામા મફત તબીબી સારવાર અર્થે ફરતુ દવાખાનુ ચલાવવામા આવે છે.આજુબાજુના ગામડાઓ આંગણવાડી-૮૭,સ્કુલો-૧૩,ચેકડેમ-૧૩,ટાયલેટ છે,સરકારી બ્લોક-૧૦૦૩,સાયન્સલેબ–૧૪ સ્કુલો બનાવી વિધાર્થીઓને લીડરશીપની તાલીમ આપેલ શાળાના ૩૫૦૦ વિદ્યાર્થીઓને લીડરશીપ તાલીમ આપવામાં આવે છે.










