
તા.૪/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજ્યમાં નાની વયે વધી રહેલા હૃદયરોગના હુમલા સામે તબીબી સારવાર મળે તે પહેલા મદદરૂપ બની અમૂલ્ય જીવ બચાવી શકાય તે અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકો માટે સી.પી. આર. ની તાલીમનું આયોજન હાથ ધરાયુ હતું.


મેયરશ્રી નયનાબેન પેઢડિયા, સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, મેડિકલ સેલના અધિકારીશ્રીઓ, સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી, પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડીન તેમજ તબીબોની ઉપસ્થિતિમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ આવેલા ઓડિટોરીયમ ખાતે આજરોજ શિક્ષકોને તબીબી તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં તેમજ માર્ગદર્શન પૂરું પડાયું હતું.

[wptube id="1252022"]








