MALIYA (Miyana)માળીયાના નાની બારાર તાલુકા શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો

MALIYA (Miyana)માળીયા તાલુકાની નાની બારાર તાલુકા શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો

તારીખ 26-04-2024 ના રોજ શ્રી નાનીબરાર તાલુકા શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો. જે અંતર્ગત શાળાના બાળકો દ્વારા વિદાય ગીત અને ડાન્સ દ્વારા એમના મોટા ભાઈ બહેનને વિદાય આપવામાં આવી. શાળા પરિવાર દ્વારા વિદાય લઈ રહેલ દરેક બાળકોને ભેટ સ્વરૂપે ફોલ્ડર ફાઈલ આપવામાં આવી.
ધોરણ 8 ના બાળકોએ શાળા સમયના પોતાના સંસ્મરણો વાગોળ્યા અને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. વિદ્યાર્થી તરફથી શાળાને સુંદર મજાની બે ભેટ અર્પણ કરવામાં આવી. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી.
શાળાના બાળકોમાં નિયમિતતાનો ગુણ વિકસે એ હેતુસર નવી પહેલ કરતા આખા વર્ષ દરમિયાન પોતાના વર્ગમાં સૌથી વધુ દિવસ હાજર રહેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓની નિયમિતતામાં વાલીઓનો પણ પૂરો સહકાર હોય છે. તેથી વિદ્યાર્થી સાથે એમના વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમને અંતે શાળા પરિવાર તરફથી બધા બાળકોને પૂરી, શાક અને શીખંડનું ભાવતું ભોજન પીરસવામાં આવ્યું.








