AMRELIRAJULA

ડેડાણ એસબીઆઈમાં હંગામી કર્મચારીએ ગ્રાહકની 12.60 લાખની એફડી ઉપાડી લીધી

ડેડાણ એસબીઆઈમાં હંગામી કર્મચારીએ ગ્રાહકની 12.60 લાખની એફડી ઉપાડી લીધી

ખાંભા તાલુકાના ડેડાણ ગામે આવેલી એસબીઆઈ શાખામા કામ કરતા એક હંગામી કર્મચારીએ એક ગ્રાહકના નામનુ જાતે બનાવટી ખાતુ ખોલાવી ગ્રાહકના ખાતામા રહેલી 12.60 લાખની ફિકસ ડિપોઝીટની રકમ ઉપાડી જઈ ચાઉં કરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો આ બનાવ અંગે એસબીઆઈની ડેડાણ શાખાના મેનેજર ભરતભાઈ વાળાએ આ અંગે ડેડાણ ગામના ભુપત નરસીભાઈ સોલંકી નામના શખ્સ સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે આ શખ્સ બેંકમા હેલ્પર તરીકે હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો.
વડેરા નામના યુવકનુ ખાતુ આ બેંકમા હતુ. અને તેના ખાતામા ફિકસ ડિપોઝીટ પડેલી હતી. ભુપત સોલંકીએ ડેડાણ શાખામા ગોપાલભાઈના નામે નવુ ખાતુ ખોલવા અરજી ફોર્મ તૈયાર કરી જેમા ફોટો, સહી, આધારકાર્ડ, મોબાઇલ નંબર વિગેરે ખોટુ રેકર્ડ જોડી ખાતુ તૈયાર કરાવ્યું હતુ. અને બાદમા લાખની પાકતી ફિકસ ડિપોઝીટ આ નવા ખાતામાં જમા કરાવી દીધી હતી. તેણે એટીએમ મારફત 18 ટ્રાન્ઝેકશન કરી 3.50 લાખની રકમ ઉપાડી હતી. તથા ઓનલાઇન ટ્રાન્ઝેકશનથી 9.10 લાખની રકમ ઉપાડી હતી. કુલ 12.60 લાખની છેતરપીંડી અંગે જાણ થતા આખરે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી.

[wptube id="1252022"]
Back to top button