કાલોલ તાલુકાના પીંગળી ગામે ૭૭ મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરાઈ.

તારીખ ૧૬/૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગામે સુંદલપુરા નિવાસી પ્રણામી સંપ્રદાય ના ગુરૂ મહેન્દ્ર પ્રસાદ મહારાજ ના અધ્યક્ષ સ્થાને પી’ગળી શહિદ વીર કીર્તનસિંહ પ્રાથમિક શાળા માં, ગ્રામ પંચાયત ખાતે અને પીંગળી અમૃત સરોવર ની કિનારે ગુરુજી હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તથા તેમના ધર્મ પત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ગામ ના સરપંચ વિજયસિંહ સોલંકી, કવિ વિજય વણકર “પ્રીત”, આર. આર. સોલંકી, જી આર એસ અશ્વિનસિંહ ચૌહાણ, ત. ક. મંત્રી નરેન્દ્રભાઇ સોલંકી અને સૌ ગામના અગ્રગણ્ય વડીલો, ભાઈઓ, બહેનો અને શાળા ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ માં બી. એડ કૉલેજ ડેરોલ ના તાલીમાર્થીઓ, હિરલ સોલંકી, વૈદિક, હરીશ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો ત્યાર બાદ આર .આર .સોલંકી ના ૬૭ માં જન્મ દિવસ નિમિતે સરપંચ અને વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડ પિંગડી ના ટીમ થકી સાલ અને પુસ્તક વડે સન્માન કરાયું હતું જે નિમિતે તેમના તરફ થી સૌએ અલ્પાહાર લઈ કાર્યક્રમ પુર્ણ જાહેર કર્યો હતો.










