
તા.૨/૩/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
શ્રી રામભક્ત હનુમાનજીને નીલકંઠસ્વામીના દાસ બતાવવાના થયેલા હીન પ્રયાસનો જેતપુરમાં શ્રી બાવા વૈરાગી રામાનંદી સાધુ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ થયો છે. અને આવા ચિત્રો કે પોસ્ટરો જ્યાં પણ લાગ્યા હોય ત્યાંથી ઉતારી લેવા આજે શ્રી બાવા વૈરાગી રામાનંદી સાધુ સમાજ દ્વારા સ્થાનિક મામલતદારને આવેદન અપાયું હતું.
આ બાબતે જેતપુરના ઉપરોકત સમાજના આગેવાનોએ ક્રોધાવેશમાં જણાવ્યું હતુ કે, શ્રી હનુમાનજી એકમાત્ર શ્રીરામભક્ત અને દાસ હતા. સાળંગપુર ધામમાં શ્રી હનુમાનજી ને સ્વામિનારાયણ ના દાસ બતાવતા અન્યો સંપ્રદાય કે ધર્મના ગાણાવાતા લોકો કે સંતો પોતાના સંપ્રદાયને ઉંચો બતાડવા શ્રી હનુમાનજીને કોઈના પણ દાસ કે ભક્ત બનાવી દે તે વાતમાં માત્ર ને માત્ર મોટા થવાનો હીન પ્રયાસ છે. શ્રી હનુમાનજીના આવા ચિત્રો જ્યાં પણ લગાડાયા હોય ત્યાંથી તાત્કાલિક ખસેડી લેવા ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદન આપીને વિરોધ વ્યક્ત કરાયો હતો. શ્રી બાવા વૈરાગી રામાનંદી સાધુ સમાજ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જો આ બાબતે તાકીદે નિર્ણય નહિ લેવાય તો અસરકારક રજૂઆત માટે જાગૃત થવાશે.