KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પો.સ્ટ.ના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી જીલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ના હાથે ઝડપાયો.

તારીખ ૧ જુન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લા ઉપલા અધિકારીઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ.રાઠોડ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ રાઠોડ ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્રારા ચોક્કસ બાતમી મળલી કે,કાલોલ પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશન નાં ગુનાના કામમાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને રાકેશ ઉર્ફે ચકો બળવંતભાઈ પરમાર રહે.કાલોલ તાલુકા ના મલાવ પરુ ફળીયામાં રહેતા હાલ મલાવ પેટ્રોલ પંપ પાસે ઉભેલ છે તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ ના માણસોને ઉપરોક્ત જગ્યાએ તેઓને બાતમી હકીકતથી વાકેફ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરતા તેઓએ બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ કરી સદરી આરોપીને શોધી કાઢી હસ્તર્ગત કરી આગળની કાર્યવાહી કરવા કાલોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button