કાલોલ શહેર સહિત તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

તારીખ ૧૧/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ કાલોલ તાલુકા દ્વારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સાત ચિરંજીવીઓ પૈકીના એક ચિરંજીવી તરીકે જાણીતા ભગવાન પરશુરામજીની જન્મોત્સવની અખાત્રીજના રોજ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે શુક્રવારે કાલોલ શહેર અને તાલુકાના સમસ્ત બ્રહ્મસમાજના ભૂદેવો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને શુક્રવારે સાંજે 6.૦૦ કલાકે નગરના સિધ્ધનાથ મહાદેવથી ભવ્ય શોભાયાત્રા યોજીને સાંજે કાલોલ નગરના રાજમાર્ગો પર ફરીને મોડી સાંજે સિદ્ધનાથ મહાદેવ ખાતે પરત ફરી ગામમાં ભૂદેવો એ મંત્રોચ્ચાર કરી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું મહાદેવ મંદિરને રંગોળી અને ફૂલો દ્વારા શણગારવામાં આવ્યું હતું શોભાયાત્રા પરત મહાદેવ મંદિર ખાતે આવી જય ભગવાન પરશુરામની છબી સમક્ષ મહાઆરતી કરી અને ભૂદેવો માટે મહાપ્રસાદનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ કાલોલ તાલુકા દ્વારા કરવામાં આવ્યું હતું.












