હાલોલ નગર સહિત પંથકમા મહાશિવરાત્રી પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઇ, બમબમ ભોલેના નાદથી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૩.૨૦૨૪
હાલોલ તાલુકા સહિત હાલોલ નગર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની શિવભક્તોએ રંગે ચંગે ભારે ધાર્મિક વાતાવરણમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.જ્યારે પાવાગઢની તળેટી ખાતે આવેલ ધાબા ડુંગરી ખાતેના ઐતિહાસિક મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.જેમાં મહાશિવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને વહેલી સવારથી જ હાલોલ પંથકમાં આવેલા તમામ શિવાલયોમાં ભક્તજનોનું ઘોડાપૂર ઉમટયું હતું.અને તમામ શિવાલયો બમ બમ ભોલે,હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયધોષથી ગુંજી ઉઠ્યા હતા.જેમાં હાલોલ નગર ખાતે તળાવની પાળ પર આવેલ ઐતિહાસિક અતિ પૌરાણિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તજનોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટ્યું હતું. જ્યારે નગરના શાંતિવન સ્મશાન ખાતે આવેલી શ્રી વિશ્વેશ્વર મહાદેવ,હાલોલ ગોધરા રોડ પર આવેલ હરિહર મહાદેવ મંદિર સહિત નગરના વિવિધ વિસ્તારોમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ,ભીમનાથ મહાદેવ, સહિતના તમામ મહાદેવજીના મંદિરોમાં નગર સહિત તાલુકાના શિવ ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા.જેમાં તમામ શિવાલયો ખાતે ભક્તજનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી.અને તમામ શીવાલયોમાં ભક્તજનોએ શિવજીના શિવલિંગ પર દૂધ પાણી અને વિવિધ ચીજ વસ્તુઓનો અભિષેક કર્યો હતો.અને બીલીપત્ર ચડાવી આસ્થાપૂર્વક શિવલિંગની પૂજા અર્ચના કરી હતી.અને શિવજીના દર્શન કરી શિવજીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. જ્યારે હાલોલ નગરના મધ્યમાં આવેલ તળાવની પાળ પર આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર જે નગર ખાતે મોટા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે.ત્યાં આજરોજ વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો શારણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ હાલોલ રાજ્યકક્ષાના સંયુક્ત ઉપક્રમે યોજાયા હતા. જેમાં વહેલી સવારે શિવજીના શિવલિંગની પૂજા અર્ચના કર્યા બાદ ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદી યોજાઈ હતી.જે બાદ બપોરના ૪ વાગ્યા બાદ શિવજીની પાલખી યાત્રા શારણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળી નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી.જેમાં સમગ્ર યાત્રા દરમિયાન શિવભક્તોએ બમ બમ બોલે અને હર હર મહાદેવ તેમજ ઓમ નમઃ શિવાય ના જયકારા બોલાવી સમસ્ત નગરને શિવમય બનાવી દીધું હતું.જેને લઈને સમગ્ર નગરનું વાતાવરણ શિવભક્તિથી તરબતોળ થયું હતું.જ્યારે સમસ્ત બ્રહ્મ સમાજ હાલોલ માતૃ સંસ્થા દ્વારા મહાશિવરાત્રીની પૂર્વ સંધ્યા એ હાલોલ ની કંજરી રોડ પર આવેલ કલરવ શાળા ખાતે શિવ સંધ્યા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા.










