HALOLPANCHMAHAL
હાલોલમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજયો, મહિલાઓને 181 અભયમ હેલ્પલાઈન વિશે માહિતી અપાઈ હતી.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૩.૨૦૨૪
હાલોલ તાલુકામા 181 મહિલા હેલ્પલાઈન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મહિલા ઓ માટે 24*7 કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત મહિલાઓ પર થતા શારીરિક માનસિક કે જાતીય અત્યાચાર, ઘરેલું હિંસા સહિત અન્ય પ્રકાર ની હિંસાનાં કિસ્સા માં મળતી મદદ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.જ્યારે મહિલાઓને યોગ્ય સલાહ, સૂચન અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત 181 અભયમ ની મોબાઈલ એપ્લિકેશન,મહિલાલક્ષી જુદી જુદી યોજનાઓની સમજ આપી મહિલાઓને વધુ જાગૃત થવા જણવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]









