KALOL(Panchamahal)PANCHMAHAL

વાછાવાડ ખેડા ફળિયાની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવાનુ કામની તારીખ નજીક છતાં કામગીરી શૂન્ય નો વિડીઓ વાયરલ

તારીખ ૨૪/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના સોશીયલ મિડીયા મા વાયરલ થયેલ વિડીઓ મા સરકારી કામો મા થતા પોલમપોલ ને ઉજાગર કરવામા આવેલ છે.કાલોલ તાલુકાના વાછાવાડ ગામના ખેડા ફળિયાની પ્રાથમિક શાળાનુ કમ્પાઉન્ડ વોલ બનાવવાની મંજૂરી કાલોલ તાલુકા વિકાસ અધિકારીએ ગત તા ૧૨/૦૭/૨૩ ના રોજ વહીવટી મંજૂરી આપી દીધી છે અને કામ શરૂ થયા તારીખ ૧૩/૦૭/૨૦૨૩ તથા પુર્ણ થવાની સંભવિત તારીખ ૧૩/૦૭/૨૦૨૪ છે. કમ્પાઉન્ડ વોલ ની દરખાસ્ત મા કુલ રૂ ૨ લાખની રકમ ના ખર્ચે વોલ બનાવવાની મંજૂરી આપી છે. હાલમાં ઓનલાઇન ચેક કરતા કામ ની હાલની સ્થિતિ મા કામ પ્રગતી ઉપર હોવાનુ બતાવેલ છે. ત્યારે કામ પુરુ થવાની તારીખને ફકત બે માસ થી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે આ કામ હજુ સુધી ચાલુ કેમ નથી થયુ તેની ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે. વિડીઓ મા શાળાનુ કમ્પાઉન્ડ તૂટેલ હાલતમા બતાવવામાં આવી રહ્યું છે. શુ ફકત કાગળો ઉપર જ કામો બતાવી પૈસા ઉપાડી લેવાનો કારસો રચાયો છે કે કેમ? આ બાબતે જાગૃત નાગરિક દ્વારા મનરેગા યોજના સહિત વિવિધ વિકાસનાં કામો મા ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો થી લેખીત રજુઆત કરી છે ત્યારે કાલોલ તાલુકાના વિવિધ ગામોમા આવા બીજા કેટલા કિસ્સાઓ બનતા હશે તે વિચારવુ રહ્યુ!.

 

[wptube id="1252022"]
Back to top button