પાવાગઢ:શ્રી સત્ય વિજય હનુમાનજી મંદિર ખાતે બ્રહ્મલીન પ.પૂ.શ્રી ગરબડદાસજી બાપુની બીજી પુણ્યતિથીએ સ્વૈચ્છિક રક્તદાન શિબિર તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૩.૨૦૨૪
યાત્રાધામ પાવાગઢ તળેટીમાં પાતાળ તળાવ સામે દરવાજા નજીક આવેલ શ્રી સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી ખાતે આજે સંત શિરોમણી બ્રહ્મલીન પ.પૂ.શ્રી ગરબડદાસજી બાપુની બીજી પુણ્યતિથી નિમિતે સંતો તેમજ ગુરુજી ની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિર તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવાગઢ પાતાળ તળાવ સામે દરવાજા નજીક આવેલ શ્રી સત્ય વિજય હનુમાનજી મંદિર રામટેકરી મંદિરના મહંત શ્રી ગોપાલદાસજી ગુરુજીએ સંત શિરોમણી બ્રહ્મલીન પ.પૂ.શ્રી ગરબડદાસજી બાપુની બીજી પુણ્યતિથી ને લઇ તેમના અનુયાયીઓ માટે મહાપ્રસાદી નું આયોજન આજે મંગળવાર ના રોજ મંદિર પરિષદ ખાતે કરવામાં આવ્યું હતું.શ્રી ગરબડદાસજી બાપુની યાદગીરી માટે શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ વેલફેર ફાઉન્ડેશન બલ્ડ સેન્ટર અને ઇન્દુ બલ્ડ સેન્ટર વડોદરા ના સહયોગ થી રક્તદાન એ મહાદાન ના એમ સાથે રક્તનું એક બુંદ કોઈની જીંદગી બચાવી શકે તે માટે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના બાદ મંદિરના મહંત શ્રી ગોપાલદાસજી ગુરુજીએ પહેલ કરી રાકરડાં કરી શિબિર નો આરંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે છબનપુર રામજી મંદિર ગોધરા ના મહંતશ્રી ઇન્દ્રજીત મહારાજ પણ ઉપસ્થિત રહી રક્તદાન કરતા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગુરુજીના ભક્તો એ પણ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે આરોગ્ય મંડળ ના પ્રમુખ ભરતભાઈ પરીખ તેમજ ગોકુલભાઈ પીપળાવાળા તેમજ પાવાગઢ ના સ્થાનિક લોકો જીપ ચાલકો તેમજ યાત્રિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.










