KALOL(Panchamahal)PANCHMAHAL

પશુ સંરક્ષણ અધિનિયમના ત્રણ ગુનામાં છેલ્લા ચાર માસથી નાસ્તો ફરતો આરોપી વેજલપુર પોલીસના હાથે ઝડપાયો

તારીખ ૦૨/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ એસ એલ કામોલ ને ખાનગી રહે બાતમી મળેલ કે વેજલપુર પોલીસ મથકના પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ના ત્રણ ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઇમરાન મોહમ્મદ જમાલ ઉર્ફે તૈમુર રહેવાસી વેજલપુર નાના મહોલ્લા હાલ મોટરસાયકલ લઈને ગોધરા થી વેજલપુર તરફ આવનાર છે જે આધારે પોલીસે વોચ ગોઠવતા બાતમી મુજબની મોટરસાયકલ લઈને આરોપી આવતા પોલીસને જોઈને નાસવા લાગેલો જેનો પીછો કરી પોલીસ તેને ઝડપી પાડી આગળની કાયદેસર કાર્યવાહી માટે હસ્તગત કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button