HALOLPANCHMAHAL

આત્મા પ્રોજેક્ટ અંતર્ગત હાલોલ તાલુકાની ૫૪ મહિલા ખેડુતોએ નવસારી જિલ્લા ખાતે તાલીમ અને ક્ષેત્રીય મુલાકાત લીધી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૪.૯.૨૦૨૩

કહેવાય છે કે,સાંભળ્યા કરતા પ્રત્યક્ષ જોયેલું વધારે યાદ રહે છે.પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત તાલુકાના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર ઘનશ્યામભાઈના નેતૃત્વમાં આશરે ૫૪ મહિલા ખેડૂતોને જે તાલુકાના વિવિધ ગામોથી પસંદગી કરીને નવસારી જિલ્લા ખાતે તાલીમ અને ક્ષેત્રીય મુલાકાત કરાવી હતી. જેમાં મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જે બનાવટો બનાવાય છે જેમાં મુખ્યત્વે ગાયનું ગોબર તેમજ ગૌમુત્રની વધારે જરૂર પડે છે.તેમાં મોટાભાગે મહિલાઓ કામકાજ કરે છે અને તેમની સમજ શક્તિ તેમજ આ ક્ષેત્રે વધારે અનુભવ થાય તે માટે અને કિચન ગાર્ડન પશુપાલન તેમજ ખેતરમાં નિંદામણ જેવા નિર્ણાયક કામોમાં પણ મહિલાઓ મોટો ભાગ ભજવતી હોય છે. તેના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ વિભાગોમાં બાગાયત ખેતી કરતા તેમજ આધુનિક પશુપાલન કરતા અને વિવિધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત કરાવી હતી.દક્ષિણ ગુજરાતમાં પાક ઉત્પાદન પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.પ્રોજેક્ટ ડાયરેક્ટર પંચમહાલ દ્વારા આ ત્રણ દિવસની જિલ્લા બહારની તાલીમ શિબિર માટે બહેનોની પસંદગી કરવામાં આવી હતી. જે પ્રવાસ પૂર્ણ થયે બાદ અનુભવ વર્ણવતા બહેનોને ઘણું બધું પશુપાલન ક્ષેત્રે તેમજ બાગાયત ક્ષેત્રમાં મિશ્ર પાક તરીકે શીખવા મળ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button