KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નવા બજાર ગેટ પાસેથી બે યુવતીઓ ગુમ થતા પોલીસ મથકે જાણવા જોગ નોધ કરાઈ

તારીખ ૧૯/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નારણપુરા ખાતે રહેતા લક્ષ્મણસિહ ગણપતસિંહ રાઠોડે કાલોલ પોલીસ મથકે નોંધાવેલ વિગતો મુજબ ગત તા ૧૨/૦૩ ના રોજ તેઓના પુત્ર રાજેન્દ્ર સાથે તેઓની પુત્રી પ્રવિણાબેન લક્ષ્મણસિંહ ઉ.વ.૨૦ તથા ગીતાબેન અરવિંદભાઈ મકવાણા ઉ.વ.૨૩ રે સમા તા કાલોલ બન્ને યુવતીઓ કાલોલ આવ્યા હતા અને ગીતાબેન ને કાલોલ ના પ્રવેશદ્વાર પાસે અને પ્રવિણાબેન ને ભાથીજી મંદિર પાસે ઊતારી રાજેન્દ્ર કાલોલ પોસ્ટ ઓફીસ પાસે ખરીદી કરવા ગયેલ ત્યારબાદ જ્યાંથી પરત આવી જોતા પ્રવેશ દ્રાર ઉપર અને ભાથીજી મંદિર ખાતે બંને યુવતીઓ જોવા મળી નહોતી ફોન દ્વારા સંપર્ક કરતા ફોન ઉપાડેલ નહિ જેથી કોઈને પણ કહ્યા વગર બન્ને યુવતીઓ ગુમ થઈ હોવાની વિગતે પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવા જોગ નોધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]









