કાલોલ બાબા સાહેબ ની પ્રતિમા પાસે દર્શન સોલંકી ને કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.

તારીખ ૨૦ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આઈઆઈટી મુંબઇમાં અમદાવાદના દર્શન સોલંકી એ સાતમા માળેથી કુદી આત્મહત્યા કરી હતી પરંતુ તેમનો પરિવાર દર્શનની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે જે લઇને અમદાવાદ સહિત વિવિધ ગામોમાં અનુસુચિત જાતિ સમાજના લોકો દ્વારા દર્શન સોલંકી ના પરિવાર ને ન્યાય અપાવવા કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મોડી રાત્રે આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ દ્વારા આપણો હોનહાર દીકરો દર્શન સોલંકી IIT નો વિદ્યાર્થી જાતિવાદ ના ખપ્પર માં હોમાઇ ગયો એ દર્શન સોલંકી ના પરિવાર ને ન્યાય અપાવવા માટે બાબા સાહેબ ના સ્ટેચ્યુ પાસે કાલોલ તાલુકા આંબેડકર સ્મરણાંજલિ સમિતિ ની ટીમ તથા સર્વે અનુસુચીત જાતિ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી સમય માં આવો બનાવ ના બને અને આ કેશની નિષ્પક્ષ તપાસ કરી દર્શન સોલંકી ના પરિવાર ને ન્યાય મળે તે માંગ કરી હતી.










