HALOLPANCHMAHAL

હાલોલ ની કલરવ સ્કૂલ દ્વારા વૃક્ષ પૂજન કરવામાં આવ્યું

તા.૨૮.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

તારીખ 27 માર્ચ 2023 ને સોમવારના રોજ “વિશ્વ રંગ મંચ દિન” તેની સાથે ચૈત્ર સુદ છઠ એટલે કે અશોકષષ્ટી અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરા ના જન્મદિવસ નિમિત્તે હાલોલ નગરમાં આવેલ સુપ્રતિષ્ઠિત કલરવ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક અનોખો પ્રયોગ એટલે કે ષષ્ટી પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓએ હિન્દુ સંસ્કૃતિના વિવિધ ચિન્હો એટલે કે સ્વસ્તિક, ઓમ, શ્રી, ત્રિશૂળ, કુંભ, ગદા, વગેરે બનાવીને જેપુરાના વિરાસત વન ખાતે મા. વડાપ્રધાન દ્વારા પ્રસ્થાપિત સીતા અશોકા વૃક્ષને શણગારીને ષષ્ટી પૂજન કરેલ. અહીં રામાયણની ચોપાઈ અને તેની સાથે અશોક વૃક્ષ નું મહત્વ શાળાના આચાર્ય ક્લ્પનાબેન જોષીપૂરા દ્વારા સમજાવવામાં આવેલ.સીતા અશોક વૃક્ષની છાલ નો ઉપયોગ આયુર્વેદમાં અગત્યના ઔષધ અશોકારિષ્ટ બનાવવા થાય છે તથા બળતરા, તાવ અને ફળદ્રુપતા ને લગતી ઘણી સમસ્યાઓમાં અશોકના પાન અને ફૂલનો ઉપયોગ આયુર્વેદમાં વર્ણવેલો છે. પૂર્ણકલાયે ખીલેલા સુંદર લાલ અને કેસરી રંગના તેના પુષ્પ વિન્યાસની શોભા ખરેખર શોકને દૂર કરી મનને શાંતિ આપે તેવી હોય છે.વૃક્ષ પૂજન ની સાથે વન ભોજન પણ કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓનો પણ સુંદર સહયોગ સાંપડેલ. સમગ્ર કાર્યક્રમ નો નવ વિચાર અને અમલ શાળાના શિક્ષક સુમનભાઈ અને નિલેશભાઈ ને આભારી રહ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button