KALOL(Panchamahal)PANCHMAHAL
શંકરપુરા પ્રા.શાળા ના આચાર્ય બેન નો વય નિવૃત્તિ સમારોહ મધવાસ મહાદેવ મંદિરે યોજાયો.

તારીખ ૨ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ની શંકરપુરા પ્રાથમિક શાળા ના આચાર્ય અરવિંદાબેન મિસ્ત્રી નો વયનિવૃત્તિ ને લઇને મધવાસ ખાતે આવેલ મહાદેવજી ના મંદિરે પૂજા-અર્ચના સાથે સમારોહ યોજાયો હતો જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરેન્દ્રસિંહ પરમાર,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન,મંત્રી રમેશકુમાર પટેલ તથા ટીચર્સ સોસાયટી ના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ,તાલુકા શાળા ના આચાર્ય રાકેશભાઈ ઠાકર,તાલુકા પંચાયત શિક્ષણ શાખા ના ક્લાર્ક કૃશાંગ ભટ્ટ અને પગારકેન્દ્ર તેમજ તાલુકા માંથી મોટી સંખ્યા શિક્ષકો તથા સી.આર.સી મિત્રો ઉપસ્થિત રહી પૂજા માં ભાગ લઈ બેન ને નિવૃત્તિ ની શુભકામનાઓ પાઠવી હતી.સાથે બેન દ્વારા આવેલ મહેમાનો ને યાદગીરી રૂપે દરેક ને ગિફ્ટ આપી કાર્યક્રમ ને પૂર્ણ કરવામાં આવેલ હતો.

[wptube id="1252022"]









