
તા.૨૮.ફેબ્રુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ઔદ્યોગિક વસાહત માં આવેલી હરિઓમ એન્જીનીયરીંગ વર્ક નામની કંપનીના માલિક કનુંભાઈ શનાભાઈ ગોહિલ પોતાની કંપનીનો બંધ થયેલો જીએસટી નંબર ચાલુ કરાવવા માટે હાલોલ કેન્દ્રીય જીએસટી મંડળની કચેરી બહાર ધરણા ઉપર બેસવાની ફરજ પડી છે.જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસ માં જણાવવમાં આવેલી બાકી વેરાની રકમ ભરી દીધા પછી નંબર ચાલુ કરવામાં નહીં આવતા માલિક અન્ન જળ નો ત્યાગ કરી ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા પર બેસી ગયા છે.હાલોલ જીઆઇડીસી માં આવેલી હરિઓમ એન્જીનીયરીંગ વર્ક દ્વારા સમય સર જીએસટી ભરવામાં નહીં આવતા જીએસટી વિભાગે બાકી વેરા ની વસુલાત માટે નોટીસ આપી તેમનો જીએસટી નંબર બંધ કરી દેતા આઠેક માસ ની ભરવાની થતી અંદાજીત 53 લાખ જેટલી રકમ માલિક કનુભાઈ શનાંભાઈ ગોહિલે ચાર તબક્કા માં પેનલ્ટી સાથે જીએસટી વિભાગ માં ભરપાઈ કરી દીધા પછી પણ તેમનો જીએસટી નંબર ચાલુ કરવામાં નહીં આવતા તેઓએ રજુઆત કરી હતી.હાલોલ મંડળ માં રજુઆત કરતા વડોદરા કચેરી એ રજુઆત કરવા જણાવવમાં આવતા ફેકટરી ના માલિકે વડોદરા કચેરીએ લેખિત રજુઆત કરી હતી પરંતુ કચેરી માંથી કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરે થાકી ને ગાંધી ચીંધ્યા માર્ગે તેઓ હાલોલની જીએસટી વિભાગ ની કચેરી બહાર ભૂખ હડતાળ ઉપર બેસી ગયા છે.










