KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની ત્રણ શાળાના શિક્ષકો દ્વારા આયોજિત શૈક્ષણિક પર્યટન સાથે શ્રદ્ધાળુઓને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો

તારીખ ૧૯/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની દેલોલ પગાર કેન્દ્રની પીલવાની મુવાડી, મહાદેવની મુવાડી અને પીંગળીની મુવાડી એમ ત્રણ શાળાના શિક્ષકો આયોજિત બાળકોનું શૈક્ષણિક પર્યટન અને વનભોજન ખડકી નજીક હનુમાનજી મંદિરે યોજવામાં આવ્યું હતું જેમાં મંદિરે પ્રાર્થના,ભજન, બાળગીતો અને રમત-ગમત રમી તમામ બાળકો સાથે ત્રણ શાળાના શિક્ષકો અરવિંદ સેલોત,રાકેશ પટેલ અને રાજેશ જોશી સાથે શાળાઓના બાળકો દ્વારા પ્રાર્થના,ભજન અને બાળગીતો,રમતોની મજા માણી આખો દિવસ ખૂબ મોજ કરી સાથે બપોરે બાળકોને પાવભાજી ખવડાવવામાં આવી હતી જેમાં મંદિરે દર્શન કરવા આવતા ભક્તો અને શ્રદ્ધાળુઓને સ્વચ્છતાનો સંદેશ પાઠવવા બાળકો દ્વારા મંદિરના પરિસરમાંથી પ્લાસ્ટીક અને કચરો વીણીને સફાઈકામ કરવામાં આવ્યું હતું વધુમાં પીલવાની મુવાડી શાળાના આચાર્ય અનુપમાબેન,મહાદેવની મુવાડી શાળાના આચાર્ય મનીષાબેન અને પીંગળી ની મુવાડી શાળાના આચાર્ય રાજેશ જોશી દ્વારા વન ભોજનનું સુંદર આયોજન કરાયું હતું.

[wptube id="1252022"]
Back to top button