KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના એક ઓટો રીપેરીંગ નાં સંચાલકે જુના વાહનો લે વેચ માટેનું રજીસ્ટર ન નિભાવતા SOG પોલીસે કાર્યવાહી કરી.

તારીખ ૦૨/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર ખાતે જૂનાં વાહનોની લે વેચ કરવાનો ધંધો કરતા સંચાલકો સામે પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાતા કાલોલ શહેર સ્થિત સીવીલ કોર્ટે સામે આવેલી એક એક્સપર્ટ ઓટો રીપેર ના સંચાલકે વાહનો લેવા તથા વેચાણ કરવાના બાબતે કોઈ રજીસ્ટર નહીં નિભાવતા જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં કાલોલ શહેર સહિત તાલુકામાં વાહન લે વેચ નો ધંધો કરતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી પોલીસને બુધવારે પેટ્રોલિંગ દરમિયાન કાલોલ ટાઉન વિસ્તારમાં સેકન્ડહેન્ડ વાહનોની લે વેચ કરવાનો ધંધો કરતા એક ઇસમ ને પોતાની પાસે વાહન લે વેચ અંગેના કોઈ રજીસ્ટર નિભાવતો નહીં હોવા અંગે ખાનગી રાહે બાતમી મળતા એસ.ઓ.જી પોલીસે પંચો સાથે રાખી કાલોલ કોર્ટની સામે આવેલી એક્સપર્ટ ઓટો રીપેર ની દુકાનમાં તપાસ કરતા દુકાને બેઠેલા અલ્તાફ ઇદ્રીશભાઇ ઘાંચી ની પૂછપરછ કરતાં પોતે એક્સપર્ટ ઓટો રીપેર ની દુકાનમાં જુના વાહનની લેવા તથા વેચાણ કરવાનો ધંધો કર્યો છે પરંતુ તેને જુના વાહનો લેવા તથા વેચાણ કરવાના બાબતે કોઈ રજીસ્ટર નહીં નિભાવતા એસ.ઓ.જી પોલીસે પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગના ગુના હેઠળ એક્સપર્ટ ઓટો રીપેર ના દુકાન ના સંચાલક અલ્તાફ ઇદ્રીશભાઇ ઘાંચી રહે.સર્વોદય સોસાયટી કાલોલ સામે પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ ૧૮૮ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button