MORBI:મોરબીમાં જાહેરમાં રીક્ષા પાર કરી અશ્લીલ હરકતો કરતા વીડિયો વાઇરલ થતાં કપલની પોલીસે ઓળખ મેળવી:ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબીમાં જાહેરમાં રીક્ષા પાર કરી અશ્લીલ હરકતો કરતા વીડિયો વાઇરલ થતાં કપલની પોલીસે ઓળખ મેળવી:ફરિયાદ નોંધાઈ
મોરબીના સરદારબાગ પાસે રિક્ષામાં અશ્લીલ હરકતો કરતા કપલનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયી હતી. જે વાઇરલ વીડિયોમાં દેખાતા યુવક યુવતીની ઓળખ મેળવી બંને વિરુદ્ધ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પાર્ક કરેલી રીક્ષામાં અંદર અશ્લીલ હરકતો કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો આ વીડિયો મોરબીના સરદારબાગની સામે જાહેર જગ્યાનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. જ્યાં પાર્ક કરેલી રિક્ષામાં એક યુવતી અને એક યુવક ઉત્તેજના સાથે અશ્લીલ હરકતો કરતા હોવાનો વીડિયો વાઇરલ થતા મોરબી પોલીસે તાત્કાલિક વીડિયોમાં દેખાતા યુવક અને યુવતીની ઓળખ મેળવી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
ઉપરોક્ત વાઇરલ વીડિયોમાં અશ્લીલ હરકતો કરતા સ્પષ્ટપણે દેખાતા યુવક સંદીપભાઇ ઉર્ફે સુનીલ ધીરૂભાઇ પેથાણી ઉવ.૩૮ રહે.મોરબી-૨ વિધુતનગર ગરબીચોકની બાજુમા સામાકાંઠે તથા યુવતી( અમે નૈતિકતાના કારણે યુવતીનું નામ લખેલ નથી) ઉવ.૨૮ રહે. નવલખી રોડ ઉપર આવેલ સોસાયટીમાં ની મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને સામે આઇ.પી.સી કલમ-૨૯૪,જી.પી.એકટ કલમ.૧૧૦,૧૧૭ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








