
તા.૧૩.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માંચીના ચાચર ચોક ખાતે યાત્રીકોના વિશ્રામ માટે બનાવામાં આવેલ વિશ્રામ કુટીરો માં થયેલ દુર્ઘટના બાદ અન્ય કુટિરો પણ યાત્રીકો ની સુરક્ષાને ધ્યાનમાં રાખી તે કુટીરો ઉતારી લેવા માં આવી હતી.ત્યારબાદ શનિવારના રોજ એની બાજુમાં જ બનાવવામાં આવેલ પ્રવેશ દ્વાર પણ ઉતારી લેવામાં આવ્યો છે.યાત્રાધામ પાવાગઢ ખાતે આજ થી દશ દિવસ પહેલા માંચીના ચાચર ચોકમાં યાત્રિકોનાં વિશ્રામ માટે બનાવવામાં આવેલી એક વિશ્રામ કુટીર ધરાશાય થયા હોવાની દુર્ઘટના બની હતી.જે દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. તેમજ અન્ય આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.તે બનેલી દુર્ઘટના ને લઈ ચાચર ચોકમાં બનાવવામાં આવેલ યાત્રિકો ના વિશ્રામ માટેની વિશ્રામ કુટીરો ફરી થી તેવી દુર્ઘટના ન બને તે માટે તે વિશ્રામ કુટીરો ભક્તોની સુરક્ષા અને સલામતી ને ધ્યાનમાં રાખીને બાકીની તમામ કુટીરો ઉતારી લેવા માં આવી હતી.તદઉપરાંત ચાચર ચોકના પ્રવેશમાં પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો હતો.તે પણ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને લઈને ભવિષ્યમાં કોઈ ઘટના ન બને તેવા આશય સાથે તે પ્રવેશ દ્વારને પણ આજરોજ તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યો છે.










