KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના દોલતપુરા ગામ નજીક નાળાની દીવાલ સાથે તુફાન ગાડી ધડાકાભેર અથડાતાં ગાડીમાં સવાર ડ્રાઇવર નું કરુણ મોત

તારીખ ૨૬/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

મધ્યપ્રદેશના બડગામ તાલુકા ભાભરા જીલ્લા અલીરાજપુર ખાતે રહેતા અશોકભાઇ સતનાભાઇ માવી અંદાજે ૧૯ વર્ષીય તેમજ ફરીયાદી નીલેશભાઈ ભરતભાઇ ગણવા ગોંડલ વાછાવાડ ખાતે મરણ જનાર ડ્રાઇવરના ભાઇ અને ગાડીના માલિક રાજુભાઇ નાં ઘરના સભ્યોને છોડી ડ્રાઇવર અને કન્ડક્ટર તુફાન ગાડીમાં ગોંડલ વાછાવાડથી પરત પોતાના વતન મધ્યપ્રદેશના બડગામ પોતાની તુફાન ગાડી નં. જીજે-૧૭-સીએ-૧૨૮૭ લઈને પરત કાલોલથી મલાવ ચોકડી તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન રવિવારના સવારના આશરે છએક વાગ્યાના સુમારે કાલોલ ના દોલતપુરા ગામ નજીક રોડ પરથી પસાર થતા તુફાન ગાડી ના સ્ટેરીંગ પરથી મહેશભાઇ નો કોઈ કારણોસર કાબુ ખોવાતા કાર બેકાબુ થઈ રોડની સાઈડમાં ડાબી બાજુના નાળાની દીવાલ સાથે ડ્રાઇવર સાઈડના ભાગે ધડાકાભેર અથડાઈ હતી જેમાં તુફાન ગાડી ધડાકાભેર નાળાની દીવાલ સાથે જઈને અથડાઇને પુલ ની દીવાલ કૂદીને ડાબી સાઈડના કોતરમાં પલટી મારતાં ડ્રાઇવિંગ સીટ પર બેસેલા અશોકભાઈ સીટ ઉપર સ્ટેરીંગ સાથે દબાઈ ગયા હતા જેમાં છાતી તથા માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેઓનું કરુણ મોત નિપજ્યું હતું જ્યારે તેઓની પાછળની સીટ પર બેસેલ કન્ડેકટર નિલેશભાઇ ને પણ શરીરના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં અકસ્માત જોઈ આસપાસથી પસાર થતા વાહન ચાલકો તેમજ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગેની જાણ તાત્કાલિક ક ૧૦૮ એમ્બ્યુલન્સને કરી હતી જેમાં અકસ્માતમાં મરણ જનાર ડ્રાઇવર અને ઈજાગ્રસ્ત થયેલ નિલેશભાઇ ને ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઇવર તથા સ્ટાફની મદદથી ડ્રાઇવર સાઇટના દરવાજાનું લોક તોડી તુફાન ગાડીમાંથી બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઇવરે કાલોલ પોલીસ સ્ટેશન ટેલિફોન વર્ધીથી ઉપરોક્ત બનાવની જાણ કરતા કાલોલ પોલીસ આવતા અકસ્માતમાં ઘટના સ્થળે જ મોતને ભેટેલા મહેશભાઇ સતનાભાઇ માવી ના મૃતદેહને રિક્ષામાં મૂકી પોસ્ટમોર્ટમ માટે કાલોલ પોલીસે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જ્યારે બનાવ અંગે કાલોલ પોલીસે પોલીસ ચોપડે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી.

[wptube id="1252022"]
Back to top button