શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા સ્થાપિત દિવ્ય શાકોત્સવ ભક્તિભાવપૂર્વક ઊજવાયો.

તારીખ ૨૧ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સદ્ગુરુ દિન તથા ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું પરમ ઉલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામે ભવ્ય શાકોત્સવ કરીને હજારો ભક્તોને ભાવથી જમાડયા હતા.આ પ્રણાલી આજે પણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત તમામ મંદિરોમાં શરૂ છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, લોયા ધામમાં ૨૨૫ વર્ષ પૂર્વે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રસાદ સ્વરૂપે ૬૦ મણ રીંગણા – ૧૮ મણ ઘીનો વઘાર કરી શાક બનાવી ભક્તોને પ્રસાદ પ્રદાન કર્યો હતો અને અંતમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.










