
તા.૨૭.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકાના કંજરી ગામની સીમમાં આવેલ દિવેલાના ખેતરમાં થી અંદાજે આઠ થી દસ દિવસ પૂર્વે હત્યા થયેલી હાલતમાં 40 વર્ષીય યુવાન ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે ની જાન હાલોલ ગ્રામ્ય પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી હતી.હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવતા નાયબ પોલીસ અધિક્ષક હાલોલ, ગોધરા એલ.સી.બી.તથા એસ.ઓ.જી.ની ટીમ ઘટના સ્થળે પોહચી હતી.પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યા નો ગુનો નોંધી મૃતકની ઓળખ છતી કરવા તેમજ હત્યારાને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના કંજરી ગામની સીમમાં આવેલ દિવેલાના ખેતરમાં થી અંદાજિત 40 વર્ષ ના અજાણ્યા યુવાન ના બંને હાથ પાછળ બાંધેલા અને હત્યા કરેલી હાલત માં લાશ પડી હોવાની જાન હાલોલ ગ્રામ્ય પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી હતી.આશરે આઠ થી દસ દિવસ પૂર્વે હત્યા થયેલી લાશ વિક્રુત હાલત માં હોવાથી હાલ આ યુવાન કોણ છે તેની ઓળખ થઇ નથી. બનાવ અંગેની વાત વાયુવેગે ફેલાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડયા હતા.પોલીસ હાલ તેની ઓળખ છતી કરવાના પ્રયાસો હાથધરી રહી છે. હત્યા થયેલી હાલત માં લાશ મળી હોવાની જાન થતા હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, ગોધરા એલ.સી.બી.તથા એસ.ઓ.જી.ની ટીમ ઘટના સ્થળે પોહચી હતી.પોલીસે હાલ અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ છતી કરવા તેમજ હત્યારા ને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.જયારે મૃતક ની લાશ ને વડોદરા ખાતે પેનલ ડોક્ટર દ્વારા પી.એમ.કરાવી કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપવામાં આવી છે.










