HALOLPANCHMAHAL

હાલોલ:શિયાળાની ઠંડીનો લાભ લેતા તસ્કરો, કલાસિસ સોસાયટીમાં તસ્કરોએ સોનાચાંદીના માલમત્તાની ચોરી કરી પલાયન.

તા.૧૮.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નાં કંજરી ગામે આવેલ કિશન કલાસિસ સોસાઈટીના બંધ મકાનમાં ચોર ટોળકીએ નિશાન બનાવી સોનાં,ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત રૂ.૯૯૦૦૦/- નાં મત્તાની ચોરી કરી પલાયન થઈ જતાં આ વિસ્તારના રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.મૂળ બોરસદ નાં અને હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ કિશન ક્લાસિસ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપની માં નોકરી કરતા તેજસભાઇ દિનેશભાઈ ભાટિયા નાઓ ૧૩ મી જાન્યુઆરીના રોજ સવારે રાબેતા મુજબ નોકરી પર ગયા હતા જ્યારે તેમનો પરિવારમાં પત્ની અને તેમનો છોકરો સાંજે પાંચ વાગ્યા નાં સમય દરમ્યાન પોતાના કંજરી ગામે આવેલ મકાન ને બંધ કરી ત્રણેવ જન પોતાના વતન બોરસદ ખાતે ઉતરાયણ પર્વની ઉજવણી કરવા ગયા હતા.દરમ્યાન ચોર ટોળકીએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તા.૧૬ મી જાન્યુઆરી નાં રોજ તેજસભાઇ ભાટિયા સવારે રાબેતા મુજબ બોરસદ થી નોકરી પર ગયા હતા દરમ્યાન સોસાયટીમાં બાજુમાં રહેતા પડોશીની ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ઘરે ચોરી થઈ હોય તેવું લાગી રહ્યું છે.તમારા ઘરના બેડરૂમ અને લોખંડ ની જારી તૂટેલી હાલતમાં છે તેમ જણાવતા તેજસભાઇ નોકરી પર થી રજા મૂકી તેમના કંજરી ગામે ઘરે દોડી આવ્યા હતા.ઘરે આવી જોતા બેડરૂમ ની બારી તૂટેલી હતી અને પાછલ નો દરવાજો અંદરથી લોક કરેલો તોડેલું હતું બેડરૂમ માં રાખેલ કબાટ ખુલ્લું અને માલ સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો તપાસ કરતા કબાટમાં રાખેલ સોનાની વીંટી,મંગલ સૂત્ર,બુટ્ટી તેમજ ચાંદી ની લક્કી, છડા તેમજ લેડીશ પર્સમાં તેમજ ધ્રોવરમાં રાખેલ જુદા જુદા દરની નોટો મળી કુલ રૂ.૯૯૦૨૭/- નાં મત્તાની ચોરી થયા અંગેની ફરિયાદ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ચોરીનો ગુનો નોંધી તપાસ નાં ચક્રો ગતિમાન કર્યા છે .

[wptube id="1252022"]
Back to top button