KALOL(Panchamahal)PANCHMAHAL

એમ જી એસ હાઇસ્કુલ ના એસપીસી નાં વિદ્યાર્થીઓ એ કાલોલ કોર્ટ ની મુલાકાત લીધી.

તારીખ ૩૧ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ એટલેકે એસપીસી નાં કાલોલ એમજીએસ હાઈસ્કૂલ નાં વિધાર્થીઓ દ્વારા આજ રોજ શુક્રવારે કાલોલ ન્યાયમંદિર ની મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓને કોર્ટ ની કામગીરી,વકીલો ની કામગીરી થી માહિતગાર કરાયા હતા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ એ શાળા આધારિત યુવા વિકાસ પહેલ છે જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને કાયદા, શિસ્ત, નાગરિક ભાવના, સમાજના નબળા વર્ગો પ્રત્યેની સહાનુભૂતિ પ્રત્યે આદર કેળવીને લોકશાહી સમાજના ભાવિ નેતાઓ તરીકે વિકસિત થવાની તાલીમ આપે છે. અને સામાજિક દુષણો સામે પ્રતિકાર કરવાની શકિત આપે છે. કાલોલ કોર્ટ ની મુલાકાત દરમ્યાન કાલોલ પોલીસ સ્ટેશનના લક્ષ્મીબેન તેમજ સ્કૂલ માથી ગોપિબેન હાજર રહ્યા હતા કોર્ટ નાં વકીલો દ્વારા વિધાર્થીઓ ને જરૂરી માહીતી આપી હતી.

[wptube id="1252022"]
Back to top button