
તા.૧૩.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
તા.૧૪ માર્ચ મંગળવાર થી શરૂ થતી એસેસસી બોર્ડ ની પરીક્ષા માટે ની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પરીક્ષા આપનાર 28,252 વિદ્યાર્થીઓ માટે જિલ્લાના વિવિધ 33 કેન્દ્રો ઉપર 87 બિલ્ડીંગ ના 947 બ્લોક નો પરીક્ષા ની બેઠક વ્યવસ્થા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. જિલ્લાના બે ઝોન પૈકી હાલોલ ઝોન માં આવતા 14 કેન્દ્રો માં રેગ્યુલર 9,174 વિદ્યાર્થીઓ સાથે 2,267 રિપીટર્સ અને 255 આઇસોલેટેડ એટલે કે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પાસ કરેલા અને કોઈ એકાદ વિષય ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. અને આ માટે 11 બિલ્ડીંગ ના 130 બ્લોક માં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.આ તમામ કેન્દ્રો ની બિલ્ડીંગો માં આજે બપોર બાદ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પોતાની બેઠક વ્યવસ્થા જોવા માટે પહોંચ્યા હતા.જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ કેન્દ્રો ની બિલ્ડીંગ બહાર વિદ્યાર્થીઓ ના બેઠક નંબર ક્યાં બ્લોક માં છે તે અંગે જાણકારી પ્રદર્શિત કરી દેવામાં આવતા વાલીઓ સાથે આવેલા બાળકો ને પોતાનો નંબર બિલ્ડીંગ ના ક્યાં બ્લોક માં છે તે સરળતા થી જાણી શકાયું હતું.










