SOG પોલીસે મઘવાસ ની કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલ કરતા એક ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો

તારીખ ૦૬/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા એસઓજી પોલીસ ટીમ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે મધવાસની એન્ડુરન્સ ટેકનોલોજી કંપની સામે આવેલા અમર પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં દુકાનદાર દ્વારા નાની મોટી ગેસની બોટલ ગેરકાયદેસર રીતે એક બોટલ માંથી ગેસ બીજી બોટલમાં ટ્રાન્સફર કરે છે અને વેચાણ કરે છે .જે આધારે પોલીસે તપાસ કરતા અમર પ્રોવિઝન સ્ટોરના દુકાનદાર મુકેશકુમાર દેદારામભાઈ મેઘવાળ મૂળ રહેવાસી રાજસ્થાન હાલ રહેવાસી મધવાસ માધવ પાર્ક મળી આવેલ પોલીસે દુકાનમાં તપાસ કરતા દુકાનના અંદરના ભાગમાંથી ભારત કંપનીનો ગેસ ભરેલો બોટલ તથા બે નાના ગેસ બોટલ ઈલેક્ટ્રીક વજન કાંટો મળી આવેલ રિફિલિંગ પાઇપ ફિટ કરેલો ત્યારે બીજા છેડા વડે વાલ સાથે બીજો નાનો ગેસનો બોટલ જોડેલો હતો પોલીસ ગેસ રીફીલ કરવા માટેનો પાસ પરવાનો માંગતા દુકાનદાર પાસે આવો કોઈ પરવાનો મળી આવેલ નહીં પોલીસે ગેસના નાના મોટા બોટલ ઇલેક્ટ્રીક વજન કાંટો વાલ, પાઈપ કુલ મળી રૂ ૩૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી અત્યંત સળગી ઊઠે તેવા પદાર્થ એક બોટલ માંથી બીજા બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરતા પોતે તથા અન્યની જિંદગી જોખમમાં મૂકવાના કૃતય બદલ દુકાનદાર સામે કાલોલ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.










