
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૪.૨.૨૦૨૪
તા-14/02/2024 બુધવાર નાં રોજ હાલોલની ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધો-kg થી 8 માં વસંત-પંચમી નિમિતે સરસ્વતી પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના આચાર્ય હર્ષાબેન શુકલ તેમજ સુપરવાઈઝર મિલનભાઈ શાહ, અલ્પાબેન શાહ દ્વારા માં શરદાની આરાધના કરવામાં આવી હતી.સાથે શાળાના બાળકો દ્વારા માં સરસ્વતી ની આરતી કરી શાળાનું વાતાવરણ પ્રકાશિત કરવામાં આવ્યું સાથે ધો-1 થી 8 માં આઈડિયલ-ચિત્ર-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 3 ગ્રુપ મળી શાળાના કુલ-320 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો અને પોતાની અદ્ભૂત ચિત્રકલાનું સુંદર પ્રદર્શન કરી પ્રથમ,દ્વિત્ય અને તૃતિય નંબર મેળવ્યો દરેક ગ્રુપ 3 નંબર સાથે કુલ 9 ઇનામ સહિત 1 પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ આઈડિયલ મેઈન બ્રાન્ચમાંથી શશાંકભાઈ એ પોતાની હાજરી આપી આંમ નંબર મેળવનાર બાળકોને શશાંકભાઈ તથા શાળાના આચાર્ય હર્ષાબેન શુકલ તેમજ ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.અને કાર્યક્રમના અંતમાં આ ચિત્ર-સ્પર્ધા નું સંપૂર્ણ આયોજન કરાવનાર શિક્ષક સોની રૂપેશસર અને ભોજક વર્ષાબેન ને આઈડિયલ તરફ થી શુભકામના સાથે ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું.










