હાલોલ:રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા કલરવ સ્કૂલ ખાતે આઇ.ટી.એમ મેડિકલ હોસ્પિટલ,જરોદ ના સહયોગથી નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૫.૨૦૨૪
રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગ રૂપે આજે રવિવાર તા. ૨૬/૦૫/૨૦૨૪ ના રોજ કલરવ સ્કૂલ, હાલોલ ખાતે આઇ. ટી.એમ મેડિકલ હોસ્પિટલ, જરોદ ના સહયોગથી નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સવારે ૯ કલાકે રોટરી ક્લબના પ્રમુખ પ્રદીપભાઈ પરીખ, સેક્રેટરી હાર્દિક જોશિપુરા, રો. હેમેશભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રો. શીતલભાઇ પટેલ, રો. વૈભવ પટેલ, આઇ.ટી.એમ મેડિકલ હોસ્પિટલ ના ચેતન ભાલીયા, ડૉ. મીનુ પટેલ, ડો. કાર્તિક વિશ્વનાથન, ડૉ. હાર્દિક મોદી, ડૉ. નીલમ મંડલ, ડૉ. રચના ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આઇ.ટી.એમ મેડિકલ હોસ્પિટલમાંથી આવેલ અનુભવી ડોક્ટર્સ દ્વારા દરેક રોગોનું ચેક અપ ખૂબ જ ઊંડાણ પૂર્વક કરીને દર્દી ઓને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવી હતી. આમ કુલ મળીને ૧૧૯ દર્દીઓએ આ ની:શુલ્ક કૅમ્પનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સફળ સંચાલન ક્લબ ના દરેક સભ્યોએ હાજર રહી આ કેમ્પ ને ખૂબ જ સફળ બનાવ્યો હતો.










