KALOL(Panchamahal)PANCHMAHAL

MGVCL દ્વારા મલાવ ગામના ગ્રાહકને બિન અધિકૃત વીજ વપરાશ બાબતે 27 હજાર નુ પુરવણી બીલ આપતા રજૂઆત.

તારીખ ૨૭/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મલાવ ગામના ચંદુભાઈ પ્રભાતભાઈ પરમાર ને પ્રધાનમંત્રી આવાસ વર્ષ ૨૦૨૨/૨૩ મા મળેલ જે આવાસ તેઓ ધરાવે છે. આ આવાસના ઉપરના ભાગ બાંધકામ દરમિયાન તેઓના ઘરે સળિયા ઘરના કનેક્શન માથી વીજ વપરાશ કરીને કાપતા હતા. તે સમયે એમજીવીસીએલ કર્મચારીઓ નું ચેકિંગ આવતા બિનઅધિકૃત રીતે વીજ વપરાશ કરવા બાબતની નોટિસ આપી રૂ.૨૭,૦૨૬/ નુ પુરવણી બિલ નોટિસ સાથે ગત ડિસેમ્બર મહિનામા આપવામાં આવ્યું હતું.ચંદુભાઈ પ્રભાતભાઈ અભણ માણસ હોવાથી તેઓએ એમજીવીસીએલ માંથી આવેલી નોટિસ અને પુરવણી બિલ ઘરે મૂકી રાખ્યું હતું. ત્યારબાદ આજરોજ તેમના હાલોલ રહેતા પુત્ર દ્વારા એમજીવીસીએલ મા રજૂઆત કરી હતી. પોતાના ઘરે બાંધકામ ચાલતું હોય તે દરમિયાન જીઇબી માંથી ટેમ્પરરી મીટર લેવાનું ફરજિયાત છે જેની જાણકારી ગ્રામ્ય કક્ષાના માણસોને ન હોવાથી આમ બન્યું છે તેવી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પુરવણી બિલ ત્રણ માસ અગાઉ આપેલું હોવાથી તેમજ બિલ આપ્યા તારીખથી સાત દિવસ દરમિયાન કોઈ રજૂઆત આવી ન હતી જેથી કરીને હવે આ પુરવણી બિલમાં કઈ થઈ શકે નહીં પુરેપુરું ભરવુ જ પડશે તેવું એમજીવીસીએલના સંબધીત સત્તાધીશો એ જવાબ આપ્યો હતો. જેથી સામાન્ય આવક ધરાવતા ગરીબ કુટુંબને ભારે આઘાત લાગ્યો હતો. ખરેખર એમજીવીસીએલ તંત્ર દ્વારા દરેક ગામે ગામ ગ્રાહકોને શું કરવું શું ન કરવું તે અંગેની જાણકારી આપવામાં આવે તે અનિવાર્ય છે. જેથી કરીને ગરીબ અને અભણ માણસો જાણે અજાણે દંડનાત્મક કાર્યવાહી માંથી બચી શકે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button