રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા કાલોલ માં શિવાજી મહારાજની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

તારીખ ૨૦ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
આરએસએસ મહાવિદ્યાલયની વિભાગ કાલોલ નગર ધ્વારા રવિવાર નવ રોજ છત્રપતિ શિવાજી જન્મજયંતિ નિમિતે કાલોલ નગર મા આવેલ ગાયત્રી મંદીર પાસે આવેલ બાગ ખાતે ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો અને શિવાજી મહારાજનું પૂજન કરી બૌદ્ધિક આપવામાં આવ્યું.મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ વર્ષ ૧૬૩૦માં મહારાષ્ટ્રના શિવનેરી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોંસલે અને માતાનું નામ જીજાબાઇ હતું.તેમણે મુઘલો સામે અનેક યુદ્ધો લડ્યા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં મહતવપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આ દિને કાલોલ નગર કાર્યવાહ અચલભાઈ, આરએસએસ નગર ટીમ મહાવિદ્યાલય પ્રમુખ કૌશલભાઈ ઉપાધ્યાય તેમજ તેમની ટીમ રોહનભાઈ,વત્સલભાઈ, હર્શિલભાઈ વિવેકભાઈ,કુશભાઈ, આદિત્યભાઈ,પ્રિયાંશુભાઈ, વિકાશભાઈ,ઇંદ્રજીતભાઈ, યશભાઈ,વિકાશભાઈ તેમજ નગર ના વિવિધ સંગઠન ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










