HALOLPANCHMAHAL

રાજગઢ પાલ્લા ગામે ૯૪માં ઉર્સે અમીરે મિલ્લત નિમિતે રાતીબે રીફાઈ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો 

તા.૧૮.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદિર દાઢી.હાલોલ

વડોદરાનાં ખાનકાહે એહલે સુન્નતનાં ઉપક્રમે છેલ્લા ૬ દિવસથી સમગ્ર ગુજરાત ભરમાં મુફ્તિ એ ગુજરાત અલ્લામા મૌલાના મુફતી સૈયદ અમિરુદ્દિંન જીલાનીયુલ કાદરી નવસારવી નાં ૯૪ માં ઉર્સ ની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત શુક્રવારનાં રોજ ઘોંઘબા નાં રાજગઢ પાલ્લા ગામે રાત્રે ઈશાની નમાઝ બાદ અમીરે મિલ્લતનાં ૯૪ માં ઉર્સ નિમિતે રાતીબે રિફાઇ નો ભવ્ય જલસો યોજાયો હતો.આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં સજ્જાદા નશીન સૈયદ મોયુનુદ્દિંન બાબા કાદરી, સૈયદ અમિરુદ્દિનબાબા કાદરી,સૈયદ કબિરુદ્દિંન બાબા કાદરી,પીર અઝીમે મિલ્લત મસ્જિદના પેશ ઇમામ સૈયદ હાશમિમિયા ઉસ્માનમિયા,સૈયદ તસાબાપુ પેટલાદ વાળા ની ઉપસ્થિતિમાં ભવ્ય જલસો યોજાયો હતો.જેમાં વડોદરા નાં ખાનખાહે એહલે સુન્નતનાં રીફાઇ ઝુમરાં એ શિરકત કરી હતી.જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટયા હતા.ત્યારબાદ સલાતો સલામ, દુવા અને ત્યારબાદ નિયાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button