HALOLPANCHMAHAL

હાલોલમાં કાદરી તરબિયતી કેમ્પ યોજાયો,મોટી સંખ્યામાં અકીદત મંદો ઉમટયા.

તા.૧૬.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

વડોદરા નાં ખાનકાહે એહલે સુન્નતનાં ઉપક્રમે હાલોલ પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ૧૩૭ માં ઉર્ષે હાફિઝ સૈયદ મોઇનુદ્દીન સિમલકી,૯૧ માં ઉર્ષે સૈયદ મોહમ્મદ ઉર્ફે અબ્દુલ અઝીઝ જીલાની,૭૮ માં ઉર્ષે મૌલાના સૈયદ ફિયાઝુદ્દિન રિફાઈ સુરતી નાં ઉર્ષ ની ઉજવણીના ભાગરૂપે કાદરી તરબિયતી કેમ્પ નું આયોજન ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં અલ્લામા મુફ્તી મોહમ્મદ અશરફ સાહબ બુરહાની રતનપુર વાળા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં તેઓએ નમાજ,ઇદેન ની નમાઝ તેમજ ઇસ્લામ ધર્મ વિશે માર્ગદર્શન તેમજ નમાઝની તરબિયત વિશે રસપ્રદ માહિતી આપી હતી.આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં સજ્જાદા નશીન સૈયદ મોયુનુદ્દિન બાબા કાદરી, સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી, સૈયદ કબિરુદ્દિન બાબા કાદરીની ઉપસ્થિતિમાં આ ભવ્ય કેમ્પ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ આ કેમ્પ નો લાભ લીધો હતો ત્યારબાદ સલાતો સલામ,દુવા અને નિયાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે હાલોલના તમામ આલીમો હાફિઝો અને મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટયા હતા.

[wptube id="1252022"]
Back to top button