PANCHMAHAL

હાલોલમાં ઇસ્લામિક નોલેજની જાગૃતિ કેળવવા માટે યોજાયેલ સ્પર્ધાનાં વિજેતાઓને ઈનામ વિતરણ કરાયું 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૬.૭.૨૦૨૩

હાલોલમાં મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક તાલીમ અંગે ઇસ્લામિક નોલેજ સ્પર્ધા યોજાઈ હતી જે વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સ્ટુડન્ટમાં દુન્યવી જ્ઞાન ની સાથે સાચું દીની જ્ઞાન હોવું ખુબ જરૂરી છે.અને જેના માટે વાલીઓ અને બાળકોમાં દીની જ્ઞાનમા વધારો કરવા માટે એક વિચાર કરવામાં આવ્યો જેના ભાગરૂપે ઇસ્લામિક નોલેજ સ્પર્ધાનું આયોજન સમસ્ત હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં તેમજ સાથે સાથે વાલીઓમાં પણ ઇસ્લામિક જ્ઞાન વધે.અને વિસ્તારમાં ઇસ્લામિક સ્પર્ધા બાબતની જાગૃતિ આવે તે આશયથી તા.૧૮ જૂન નાં રોજ સ્પર્ધા યોજાઈ હતી.સ્પર્ધામાં હાલોલના વિવિધ મદ્રેશાઓમાં પઢતા ૩૦૦ ઉપરાંત બાળકોએ નામ નોંધણી કરાવી અગાઉ પરીક્ષા બાબતની તૈયારી કરી હતી.જેમાં હાલોલના મદ્રસએ ગુલશને બગદાદ, નૂરાની મસ્જિદ, મદ્રેશાએ નુરુલ ઇસ્લામ તેમજ કુબા મસ્જિદ ખાતે બાળકોની સ્પર્ધા યોજાઈ હતી.આ પરિક્ષામાં હાલોલના મુસ્લીમ અગ્રણીઓની હાજરીમા બાળકો દ્વારા ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાં ૧૦૦ માર્ક્સનું વિકલ્પવાળું પેપર લેવાયું હતું.જે અંતર્ગત તા.૧૫ જુલાઈ શનીવાર નાં રોજ મોહમ્મદી સ્ટ્રીટ હૈદરી ચોક ખાતે ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં૩૦૦ જેટલા મુસ્લીમ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્પર્ધા ધોરણ ૪ થી ૬ અને ધોરણ ૭ થી ૧૦ એમ બે વિભાગમાં લેવામાં આવી હતી. જ્યારે ઇસ્માલિક નોલેજ સ્પર્ધાનાં વિજેતા બનેલા શ્રેષ્ઠ એકથી ત્રણ ક્રમ નાં બંને ધોરણના ૬ બાળકો સહિત વિજેતા બનેલા ૧૦૦ જેટલા બાળકોને રોકડ રકમ અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં ધોરણ ૪ થી ૬ માં ૧ થી ૩ ક્રમે આવેલા ૩ બાળકો પ્રથમ ક્રમે રીનાઝ ઈરફાન બાગવલા,બીજા ક્રમે રેઝા સોહેલભાઈ વોરા અને ત્રીજા ક્રમે સાહી સરફરાઝ લીમડિયા જ્યારે ધોરણ ૭ થી ૧૦ નાં ૧ થી ૩ ક્રમે આવેલા ૩ બાળકો જેમાં પ્રથમ ક્રમે મોહમંદ અનીફ સરફરાઝ શેખ,બીજા ક્રમે ફલક ફિરોજ બાગવાલા અને ત્રીજા ક્રમે અલ્ફિના આરીફ લુહાર મળી કુલ ૬ બાળકો શ્રેષ્ઠ ટકાવારી સ્પર્ધામાં વિજેતા થતા પ્રથમ ક્રમે આવેલા ૭૧૦૦/- ટ્રોફી અને પ્રમાણપત્ર બીજા ક્રમે આવેલા ૫૧૦૦/- ટ્રોફી અને પ્રમાણપત્ર અને ત્રીજા ક્રમે આવેલા ૪૧૦૦/- ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય ૧૦૦ જેટલા વિજેતા વિદ્યાર્થીઓને ૫૦૦/- રૂ.રોકડ રકમ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવતાં વિદ્યાર્થી અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી.જ્યારે આ પ્રસંગે હાલોલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button