હાલોલમાં હજરત પીર સૈયદ બાબાખા અને પીર સૈયદ બડજી શાહ ર.અ.નાં ચાર દિવસીય ઉર્સની ઉજવણીની તડામાર તૈયારીઓ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૩.૨૦૨૪
હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ હજરત પીર સૈયદ બાબાખા મદારી અને પીર સૈયદ બડજી શાહ ર.અ.નાં ઉર્સ ની ઉજવણીને લઇને બાબાખા બાબા અને બડજી શાહ બાબા દરગાહ કમિટી દ્વારા ચાર દિવસીય ઉર્સની ઉજવણી ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં દરગાહ ખાતે તા.૭ માર્ચ ગુરૂવાર નાં રોજથી ઉર્ષ નો આરંભ થશે જે તા.૧૦ માર્ચ રવીવાર સુધી ઉર્સ ઉજવાશે જેમાં તા.૭ માર્ચ ગુરૂવાર નાં દિવસે સાંજે અસર ની નમાઝ બાદ ગુલપોશી નો કાર્યક્રમ યોજાશે તા.૮ માર્ચ શુક્રવારના રોજ પરચમ કુશાઈ નો કાર્યક્રમ યોજાશે જ્યારે ૯ માર્ચ શનિવારનાં રોજ બપોરે તત્રણ વાગે પીર મોહમંદ મીયા મસ્જિદ ખાતે થી સંદલ શરિફ નું ભવ્ય જુલૂસ નીકળશે જેમાં વડોદરા નાં ખાનકાહે એહલે સુન્નત નાં સજ્જાદા નશિન સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહેશે અને દરગાહ ખાતે તેઓના હાથોથી સંદલ શરિફ ની રસમ અદા કરવામાં આવશે અને ત્યાર બાદ દરગાહ ખાતે ભવ્ય નીયાઝ લંગર નું આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે તા.૧૦ માર્ચ રવિવારના રોજ સવારે ૯ કલાકે દરગાહ ખાતે કુરાન ખ્વાની નો કાર્યક્રમ પણ યોજાશે.આ પ્રસંગે દરગાહ ખાતે ઉર્સ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં નાના મોટા ચકડોલો પણ મેદાન માં લાગેલા જોવા મળી રહ્યા છે.જ્યારે દરગાહ કમિટી દ્વારા તમામ જાયરીનો ભાવ ભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે જેમાં હાલોલ સહિત આજુબાજુ નાં ગામોમાંથી મોટી સંખ્યામાં આ ઉર્સ નો લાભ લેવા જાયરિનો ઉમટશે.










