હાલોલ:આઇ શ્રી સોનલ ચારણ સમાજ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી,લોક ડાયરામાં ડોલર તથા રૂપિયાનો વરસાદ.

તા.૩૦.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરનાં વડોદરા રોડ ઇન્દિરા નગર ખાતે આઈ શ્રી સોનલ યુવક મંડળ દ્વારા પ.પૂ આઈ શ્રી માં સોનલ તથા ચારણેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં તા.૨૭ ગુરુવારના રોજ પ્રાયશ્રિત વિધિ,કુટીર હોમ,જલયાત્રા અને તા.૨૮ શુક્રવારનાં રોજ યજ્ઞ પ્રારંભ, મંડપ પ્રવેશ તેમજ ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી જ્યારે તા.૨૯ શનિવારના રોજ રાત્રે ભવ્ય લોકડાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લોક સાહિત્ય કલાકાર દેવાયત ખાવડ અને ભરતદાન ગઢવી નાં કંઠે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેવાયત ખાવડ દ્વારા આઈ શ્રી સોનલ માના પરચા તથા ચારણ સમાજના ઇતિહાસનું વર્ણન કરતાં ચારણ સમાજના આગેવાનો મોજમાં આવી કલાકાર ઉપર ડોલર તેમજ રૂપિયાનો વરસાદ કર્યો હતો.આ રૂપિયા ધાર્મિક કામે વાપરવાના હોય આગેવાનોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ચારણ સમાજના સંતો,પ.પૂ.આઈ શ્રી કંકુ કેસરમાં,શાંતિદાસ બાપુ કાટડીયા,યુથ આઇકોન રાજદીપસીહ અનિરુધ્ધસિંહ જાડેજા (રિબાડા) અને તમામ ચારણ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ત્રન દિવસ સુધી યોજાયેલા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આઇ શ્રી સોનલ માની મૂર્તિના દાતા સ્વ. લક્ષ્મણભાઈ ગોકડભાઈ જામગ અને પ્રસાદીના દાતા ડાહ્યા ભાઈ જીવનભાઈ માલરવ રહ્યા હતા.










