HALOLPANCHMAHAL

હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન બ્લડબેંકનુ એક વર્ષ પૂર્ણ થયું,વર્ષ દરમ્યાન 2543 બોટલ રક્ત દર્દીઓને અપાયુ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૪.૧૧.૨૦૨૩

શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન બ્લડ બેંક નું આજે એક વર્ષ પૂર્ણ થતા આ સંસ્થા દ્વારા ચાલતા બ્લડ બેંક માંથી 2543 દર્દીઓને રક્ત બોટલ જરૂરિયાત પૂર્ણ કરવામાં આવ્યું હતું.હાલોલ નગર સહિત તાલુકાના દર્દીઓના બ્લડ માટે તકલીફ વેઠવાનો વારો આવતો હોવાથી આ સંસ્થાના પ્રમુખ ભરતભાઇ પરીખ તેમજ તેમની ટીમે અથાર્થ પ્રયત્ન કરી સવા કરોડ નાં ખર્ચે ઉભુ કરવામાં આવેલ બ્લડ સેન્ટર માં પોલીકેબ સોશીયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા ૭૦ લાખ રૂપિયા જેવી માતબર રકમનું અનુદાન મેળવી આ બ્લડ સેન્ટર ને આજ થી એક વર્ષ પહેલા કાર્યરત કરી દર્દીઓના ઉપયોગ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ બલ્ડ બેંક નું વડોદરાની નામાંકિત ઇન્દુ બ્લડ બેંકનાં ડૉ.વિજયભાઈ શાહ દ્વારા સંચાલન કરવામાં આવે છે.આજે આ બ્લડ બેંક ના કાર્યરત ને એક વર્ષ પૂર્ણ થતા સંસ્થા દ્વારા એક વર્ષ માં થયેલ કામગીરી નો ચિતાર કાઢતા વર્ષ દરમ્યાન 2543 જેટલા દર્દીઓ ને બ્લડ ની જરૂરિયાત ને બ્લડ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઈ પરીખ,પોલીકેબ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન ના નીરજભાઈ કુંદનાની ઇન્દુ બ્લડ બેંક ના ડૉ.વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button