
તા.૧૯.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
આવતીકાલે ૨૦ જૂન મંગળવાર નાં રોજ હાલોલમાં યોજાનારી રથ યાત્રાને લઈને હાલોલ ડીવાયએસપી ની અધ્યક્ષતામાં આજરોજ નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.હાલોલના મંદિર ફળીયા ખાતેથી ૨૦ જૂન મંગળવાર નાં રોજ બપોરે નીકળનારી રથયાત્રા માટે હાલોલ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતુ. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. ફુટ પેટ્રોલિંગ દરમ્યાન હાલોલ શહેર પોલીસ સાથે જિલ્લા એલસીબી,જિલ્લા એસ.ઓ.જી પોલીસ પણ હાજર રહી હતી.જ્યારે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા પણ ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે પોલીસ દ્વારા નગરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ દરમિયાન તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.











