KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના બેઢિયા નાં યુવાન ની હત્યા માં સામેલ તમામ સાત આરોપીઓ ની પોલીસે ધરપકડ કરી.

તારીખ ૧૮ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

ગત તા ૦૮/૦૧/૨૩ નાં રોજ રાત્રી નાં સવા અગિયાર વાગે વેજલપુર સીએનજી પંપ ખાતે ખેલાયેલા ખુની ખેલ માં સાત ઈસમો દ્વારા ભેગા મળીને એક સંપ કરી બેઢીયા ગામના યુવાન રણવીરસિંહ ઉર્ફે ઉર્ફે તુસ્લો કલ્યાણસિંહ ચૌહાણ ને ગેસ પંપ ની ઑફિસ માં થી બહાર કાઢી ગુલાબસિંહ ની મુવાડી ગામનાં જયદીપસિંહ ઉર્ફે ફોફો નટવરસિંહ ચૌહાણ, દશરથસિંહ ઉર્ફે કારો હિંમતસિંહ ચૌહાણ, દિલીપસિંહ ઉર્ફે ભાથી નટવરસિંહ ચૌહાણ, રાજેશભાઈ ઉર્ફે મડઘો કાળુભાઇ ચૌહાણ રે.ર. કા. ની મુવાડી, હાર્દિક ઉર્ફે દીપો હિંમતસિંહ ચૌહાણ નાઓએ ભેગા મળીને ઢસડી લઈ જઈને હથિયારો વડે ક્રુરતા પૂર્વક ઘા કર્યો હતા જ્યારે પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતસિંહ પટેલ રે વેજલપુર અને શૈલેષભાઈ પ્રતાપસિંહ સોલંકી રે ખરસાલીયા બન્ને ઈસમો હાથમાં ભાલો લઈને મારો સાલાને તેવી બુમો પાડતા હતા આ ખુની ખેલ માં ગંભીર રીતે ઘવાયેલાં રણવીરસિંહ ઉર્ફે તુસ્લો કલ્યાણસિંહ ચૌહાણ નું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ તમામ હત્યારા ઈસમો ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જેથી નાયબ પોલીસ મહા નિરીક્ષક, પોલીસ અધિક્ષક ની સૂચનાઓ મુજબ વેજલપુર પીએસઆઈ આર આર ગોહીલે જુદી જુદી ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને તેઓને ટૂંકા ગાળામાં જ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમા પ્રકાશ ઉર્ફે ભયલુ ગણપતસિંહ પટેલ રે વેજલપુર છેલ્લા ચારેક મહિનાથી કાલોલ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહી નાં ગુનાનો વોન્ટેડ આરોપી છે અને લિસ્ટેડ બુટલેગર તરીકે પંકાયેલો છે જેના પર દારૂના ૧૨ કેસો નોંધાયા છે ઉપરાંત જયદીપસિંહ ઉર્ફે ફોફો નટવરસિંહ ચૌહાણ ઉપર શરીર સંબધી ૩ ગુના નોંધાયેલ છે શૈલેષભાઈ ઊર્ફે ખાટકી પ્રતાપસિંહ સોલંકી રે ખરસાલીયા ઉપર ઘરફોડ ચોરીઓનાં કુલ ૨૩ ગુના નોંધાયેલ છે આમ રીઢા આરોપીઓ દ્વારા હત્યાને અંજામ આપ્યો છે. પોલીસે પ્રશંસનીય કામગીરી કરી તમામ આરોપીઓ સહિત કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર ને પણ હસ્તગત કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button