PANCHMAHAL

પાવાગઢ તળેટી ખાતે મુખ્ય રોડ ની બંને બાજુના દબાણો લોકોએ સ્વૈચ્છાએ હટાવાનુ શરુ કર્યુ

રિપોર્ટર .કાદીર દાઢી.હાલોલ 

તા.૧૮.૭.૨૦૨૩

પંચમહાલ જીલ્લા ના યાત્રાધામ પાવાગઢ ખાતે ગત શુક્રવાર ના રોજ પંચમહાલ જીલ્લા કલેક્ટર ના આદેશ મુજબ હાલોલ મામલતદાર સહીત તેમની ટીમ, માર્ગ મકાન વિભાગ તેમજ પોલીસ ટીમ સાથે રાખી પાવાગઢ તળેટી ખાતે એસ ટી ડેપો ની બાજુમાં મુખ્ય રોડ ની બંને બાજુ માં ગેર કાયદેસર દબાણ કરી લારી કેબીન માં વેપાર કરતા લોકોને કરેલા દબાણો સ્વૈચ્છિક રીતે સોમવાર સુધીમાં ખાલી કરવાનું મૌખિક રીતે જણાવવા માં આવતા આ જગ્યા ઉપર વર્ષો થી ધંધો કરતા લોકોમાં ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.જોકે વેપારીઓને વહીવટી તંત્ર સાથે વાત કરી એક દિવસ લંબાવી મંગળવાર સુધીમાં ખસેડી લેવા તાકેદ કરતા આજે વહીવટી તંત્ર એક્શનમાં આવે તે પહેલા જ ગેર કાયદેસર દબાણ કરી લારી કેબીન માં વેપાર કરતા લોકો એ પોતાના દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું કામ આરંભ કરી દીધું હતું. જોકે આજે કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર દ્વારા પંચમહાલના પાવાગઢ ને યાત્રાધામ તેમજ પ્રવાસન સ્થળ તરીકે કરોડોના ખર્ચે વિકાસ કામો કરી પાવાગઢની કાયા પલટ કરવામાં આવ્યો છે અને હજુ વિકાસ ના કામો થનાર છે.જેને લઇ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં યાત્રિકોનો ધસારો વધી રહ્યો છે.પાવાગઢ ખાતે લાખોની ઉમટી પડતા માઇ ભક્તો તેમજ સહેલાણી ઓને તળેટી ખાતે થયેલા દબાણો ને લઇ નડતર રૂપ થતા અને ટ્રાફિક થતા એસ ટી બસને પણ તકલીફ પડતા તળેટી ખાતે એસ ટી ડેપો ની બાજુમાં મુખ્ય રોડ ની બંને બાજુ માં ગેર કાયદેસર દબાણ દૂર કરવા પંચમહાલ જીલ્લા કલેક્ટર ના આદેશ મુજબ હાલોલ મામલતદાર સહીત તેમની ટીમ, માર્ગ મકાન વિભાગ તેમજ પોલીસ ટીમ સાથે રાખી પાવાગઢ તળેટી ખાતે અડચણ રૂપ લારી કેબીન માં વેપાર કરતા લોકોને કરેલા દબાણો સ્વૈચ્છિક રીતે ખસેડવા અલ્ટીમેટ આપવા આવતા આજે વહીવટી તંત્ર એક્શનમાં આવે તે પહેલા જ ગેર કાયદેસર દબાણ કરી લારી કેબીન માં વેપાર કરતા લોકો એ પોતાના દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું કામ આરંભ કરી દીધું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button