HALOLPANCHMAHAL

હાલોલ ડેપો દ્વારા હાલોલ-પાવાગઢ-થરાદ ના રૂટ માટે પુશબેક સીટ લક્ઝરી એસટી બસ શરુ થતા મુસાફરોમા આનંદ.

તા.૧૫.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ ના ગોધરા ડિવિઝનના હાલોલ ડેપો દ્વારા હાલોલ -પાવાગઢ-થરાદ ના રૂટ માટે નવી આવેલી 2×2 પુશ બેક સીટ લક્ઝરી એસટી બસ નું ઉદ્ઘાટન હાલોલ તાલુકા પંચાયતનાં પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા,હાલોલ નગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ,એસ. ટી.ડેપોના મેનેજર એસ.વી.ભાભોર, બંસીભાઈ તેમજ રાજકીય અગ્રણીઓ નાં હસ્તે પૂજા અને કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત રાજકીય આગેવાનોએ લીલી ઝંડી આપી એસટી બસ ને પ્રસ્થાન કરાવ્યું હતું.સાથે હાલોલ થી પાવાગઢ માચી સુધી મીની બસ ના નવ રૂટ ની પણ શરૂઆત કરવામાં આવી હતી.ગોધરા ડિવિઝન ના હાલોલ એસટી ડેપો એ પાવાગઢ-થરાદ ના ચાલતા રૂટ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી નવી ૨×૨ લક્ઝરી એસ.ટી.બસ ના કોચ ની શરૂઆત કરવામાં આવી હતી.હાલ એક જ બસ ફાળવાવમાં આવી હોવાથી આ રૂટ ઉપર સામસામે ચાલતી બે એસટી બસ પૈકી એક તરફ ના ફેર ઉપર લક્ઝરી બસ અને બીજી તરફ ના ફેર ઉપર ગુર્જરનગરી એસટી બસ ચલાવવમાં આવશે તેવું એસટી વિભાગ ના અધિકારી એ જણાવ્યું છે.આજે થરાદ ના રૂટ ની નવી બસ સાથે પાવાગઢ ડેપો માંથી માચી સુધી ના રૂટ માટે લોકલ 8/- ₹ ના ભાડા સાથે મીની એસટી બસ ની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.આ મીની બસ પાવાગઢ થી માચી સુધી સવાર થી સાંજ સુધી કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવશે.આ રૂટ પાવાગઢ મહાકાળી મંદિરે એસટી બસ માં આવતા બહારના યાત્રાળુઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.આજે જુના રૂટ ઉપર નવી લક્ઝરી બસ અને અન્ય એક નવો રૂટ બંને બસો ને કુમકુમ તિલક કરી પૂજા વિધિ સાથે શરૂ કરવામાં આવતા મુસાફરોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button