
તારીખ ૨૫ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા ભોઈ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ભોઈની સશક્ત આગેવાની હેઠળ સમગ્ર પંચમહાલ જિલ્લા ભોઈ સમાજના હોદ્દેદારો તથા કારોબારીના સભ્યોના સહયોગ થકી છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન ગોધરા સ્થિત ન્યૂ ઇરા હાઇસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કુલ છ નવ યુગલોએ ભાગ લીધો હતો.સંગઠન દ્વારા આયોજીત આ સમૂહ લગ્નોત્સવમાં ગુજરાત ભોઈ સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ ભોઈ તથા હોદ્દેદારો સહિત ગુજરાત પ્રદેશ ભોઈ સમાજ ક્રાંતિદલ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઈ કડીયા તથા હોદ્દેદારો,ચરોતર ભોઈ સમાજના આગેવાનો,સૌરાષ્ટ્ર ભોઈ સમાજના આગેવાનો તથા ઉત્તર – મધ્ય ગુજરાત ભોઈ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વળી,ભોઈ સમાજના સૌ કોઈએ આ સમૂહ લગ્નોત્સવમાં ઉત્સાહભેર જોડાઈને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. દાતાઓ તથા પધારેલ ભોઈ સમાજના સૌ કોઇએ આ સમૂહ લગ્નોત્સવને મુકતમને દાન કરીને સફળ અને રળિયામણો બનાવ્યો હતો.










