
તા.૩૧.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગર વિસ્તાર માં આવેલ 30 થી વધારે મોબાઈલ ટાવરો ઉભા કરવામાં સૈદ્ધાંતિક કે તાંત્રિક મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ ? અને આ મોબાઈલ ટાવરો પૈકી નગરપાલિકા ના ચોપડે કેટલા ટાવર નોંધાયેલા છે.અને તેની બાકી વેરા વસુલાત કેટલી છે આ સવાલો ના જવાબો અંગે એક નાગરિક દ્વારા માહિતી મંગવામાં આવતા ટેલિકોમ કંપનીઓ ના બોગસ મોબાઈલ ટાવરો નગરમાં આવેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે.પાલિકાના ચોપડે માત્ર 19 મોબાઈલ ટાવર નોંધાયેલા છે. અને ભૂતકાળ માં આ ટાવરો ના લાખો રૂપિયાની વેરા વસુલાત કરવામાં પાલિકા નિષ્ક્રિય રહેતા હાલ ના ચીફ ઓફિસરે આવા મોબાઈલ ટાવરો ઉપર થી ટેલિકોમ ની સેવા આપતા, જીઓ,વોડાફોન, બીએસએનએલ, એરટેલ જેવી મોટી કંપનીઓને બાકી વેરા ની 38,15,569/- રૂપિયાની ભરપાઈ કરી દેવા અંગે જાહેર નોટિસ 24 મે 2023 ના રોજ પાલિકાના @HalolNagar1994 નામ ના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ ના માધ્યમ થી જાહેર કરી હતી.પાલિકાએ આવા ટાવરો નો ઉપયોગ કરતી ટેલિકોમ કંપનીઓ ને તાકીદ કરવામાં આવ્યા ને આજે એક અઠવાડિયા નો સમય વીતી જતા હાલોલ ના પીએસબી નગર વિસ્તાર માં આવેલા મ્યુનિસિપલ આકારણી નંબર 11/21796/2 વાળો બીએસએનએલ નો ટાવર કે જેનો 5,71,247/- રૂપિયાનો વેરો બાકી હતો તે મોબાઈલ ટાવર ને આજે સિલ કરી તેની આકારણી રદ્દ કરવાની કામગીરી કરવામાં આવી હતી.અને આકારણી આધારિત લેવામાં આવેલ એમજીવીસીએલ ના વીજ જોડાણ રદ્દ કરવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.હાલોલના નાગરિક ગોપાલભાઈ શેઠ દ્વારા હાલોલ નગરના ગેરકાયદે ઉભેલા આવા ટેલિકોમ ના મોબાઈલ ટાવરો ની માહિતી માટે આયોગના દ્વાર ખટખટાવતા રેલો હાલોલ નગરપાલિકા સુધી આવ્યો હોય તેવી સંભાવનાઓ છે. કમિશ્નર દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવતા વેરા વસુલાત ની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.પરંતુ જે મોબાઈલ ટાવરો સૈદ્ધાંતિક મંજૂરીઓ મેળવ્યા વગર ઉભા કરી દેવામાં આવ્યા છે તે દિશા માં પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.










