KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના રામનાથ ખાતે રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં વધુ એક મોતથી ગામમાં માતમનો માહોલ.

તારીખ ૨૪/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના રામનાથ ખાતે થયેલ આગ હોનારત અને રાંધણગેસ સિલેન્ડર ફાટવાની દુર્ઘટનામાં વધુ એક મોતના અહેવાલને પગલે સમગ્ર ગામ સહિત પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે અને જીવલેણ સાબિત થયેલ આ ગોઝારી ઘટનામાં વધુ એક મોતના સમાચારો સામે આવ્યા છે.આ સાથે દુર્ઘટનામાં મૃત્યુનો આંકડો બે પર પહોચ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ હોનારતની ઘટનામાં આજે વહેલી સવારે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન વિષ્ણુભાઈ અરવિંદભાઈ ઓડ ઉ.વ.૨૨ નું મોત નિપજ્યું છે.મહત્વ પૂર્ણ છે કે મૃતક યુવક આગામી ૪ એપ્રિલના રોજ પ્રભુતામાં પગલાં પાડી સંસાર રથનો પ્રારંભ કરવાનો હતો તે પૂર્વે જ કાળ ભરખી જતાં તેના પરિજનો માં માતમનો માહોલ સર્જાયો છે.ઘટનાની જાણ કાલોલ પોલીસને થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]









