KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમિતે શાળા,કોલેજ,કોર્ટ મા ઉજવણી કરી યોગનુ મહત્વ સમજાવ્યુ

તારીખ ૨૧ જૂન

વાત્સલ્યમ્ સમચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે વહેલી સવારે કાલોલ ની શાંતિ નિકેતન હાઇસ્કુલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમા કાલોલ નગરપાલીકા નાં માજી કોર્પોરેટરો અને ભાજપ નાં હોદેદારો હાજર રહ્યા હતા કાલોલ કોર્ટ ખાતે નવીન બિલ્ડીંગ માં જીલ્લા કક્ષા થી મળેલ સુચનાઓ મુજબ વકીલ મંડળ ના પ્રમુખ જે બી જોશી અને વકીલ મંડળ ના સભ્યો તથા કાલોલ કોર્ટ નાં પ્રિન્સિપલ સીવીલ જજ આર જી યાદવ અને એડિશનલ સીવીલ જજ એસ એસ પટેલ તથા કોર્ટ કર્મચારીઓ ની હાજરીમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાલોલ ની એમ જી એસ હાઈસ્કૂલ અને સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોગ દિવસ નિમિત્તે વિધાર્થીઓ ને યોગનું મહત્વ સમજાવ્યુ અને યોગ માનવ જીવન માટે શારિરીક અને માનસિક તંદુરસ્તી માટે નું મહત્વ સમજાવ્યુ હતુ કાલોલ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ મા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બોરૂ ખાતે ૧૦૮ ઓમકાર ધ્યાન યોજાયા હતા.

[wptube id="1252022"]
Back to top button