HALOLPANCHMAHAL

હાલોલ ખાતેથી 14 જેટલા હજ યાત્રીઓ હજ યાત્રા માટે રવાના થયા,નગર ખાતે હજયાત્રીઓનું જુલૂસ કાઢી શુભેચ્છાઓ પાઠવી

હાલોલ ખાતેથી 14 જેટલા હજ યાત્રીઓ હજ યાત્રા માટે રવાના થયા,નગર ખાતે હજયાત્રીઓનું જુલૂસ કાઢી શુભેચ્છાઓ પાઠવી 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૫.૨૦૨૪

મક્કા અને મદીના હજયાત્રા માટે જતા હાલોલ ના 14 યાત્રીઓના પ્રથમ જૂથને મુસ્લિમ સમાજ દ્વારા વિદાય આપવામાં આવી હતી. હાલોલમાં કુલ 28 ઉપરાંત હજયાત્રીઓ હજ યાત્રા કરવા જવાના છે તે પૈકી આ 14 હજયાત્રીઓ ગુરુવારે રવાના થયા હતા.ઇસ્લામ ધર્મમા હજ નું અનેરૂ મહત્વ છે દરેક પાક મુસ્લિમ જિંદગીમાં એક વખત હજ યાત્રા કરવાનું સ્વપ્ન જોતા હોય છે.હજ એ મુસ્લિમ સમાજનું અનમોલ રત્ન પણ છે. હજ કરવા જનાર વ્યક્તિ ઇસ્લામ ધર્મમા એટલી ખુદ કિસ્મત કહેવાય છે કે જે હજ પડી પરત ફરનાર વ્યક્તિ જેવી રીતે માતાના પેટમાંથી બાળક જન્મે તેવી રીતે હજ પડવા જતા હાજીઓની રીત રસમમાં કોઈ ભૂલ ના થાય તેની તકેદારી રખાય છે.તમામ હજયાત્રીઓને ફુલહાર કરી તેઓ બાદશાહ બાબાની દરગાહ ખાતે પહોચ્યા હતા અને દરગાહ ખાતે દુવા સલામ કરી તેઓનું નગરના મુખ્ય માર્ગો પર જુલૂસ નીકળ્યું હતું અને ત્યારબાદ 14 હજયાત્રીઓને કબ્રસ્તાન ખાતેથી વિદાય આપવામાં આવી હતી.મુસ્લિમ સમાજમાં એવી માન્યતા છે કે હજ યાત્રાએ જતા પહેલા હાજીઓ કબ્રસ્તાનમાં જય પોતાના પૂર્વજોના આશીર્વાદ મેળવી દુઆ લે છે.અને તે પછી આગળ પ્રસ્થાન કરે છે.આશરે 36 થી 42 દિવસની હજયાત્રા એ ગયેલા આ હજયાત્રીઓને મુસ્લિમ સમાજે શુભેચ્છાઓ પાઠવી વિદાય આપી હતી.

[wptube id="1252022"]
Back to top button